વઢવાણ: નોકરીની લાલચ આપી રૂપિયા 35.15 લાખની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા શખ્સને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો
અમદાવાદ કોર્પોરેશનમાં નોકરીની લાલચ આપી 7 વ્યક્તિઓ સાથે રૂપિયા 35.15 લાખની છેતરપીડી કરવા અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં કુલ 3 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ હતી ત્યારે એ ડિવિઝન પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી કાનજી ગંગારામભાઈ કુણપરા ને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.