અંકલેશ્વર: પોલીસે કોસમડી ગામની સ્ટાર રેસિડેન્સીમાં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસમડી ગામની સ્ટાર રેસિડેન્સીમાં આવેલ શ્રીરામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જયવંત પાટીલ કેટલાક ઇસમોને ભેગા કરી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી રોકડા 25 હજાર,પાંચ મોબાઈલ ફોન મળી કુલ 53 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ગણેશ પાર્કમાં રહેતો મુખ્ય સૂત્રધાર જયવંત પાટીલ, યોગેશ ઠાકરે,શાહરુખ પઠાણ સહિતને ઝડપ્યા હતા.