ગોધરા: સંતરોડ નજીક પાનમ નદી પરનો બ્રિજ આખરે ૪ વર્ષ બાદ ટ્રાફિક માટે ફરીથી ખુલ્લો મુકાયો, સાંસદ એ પ્રતિક્રિયા આપી
નેશનલ હાઈવે 47 સંતરોડ નજીક પાનમ નદી પરનો બ્રિજ આખરે ૪ વર્ષના લાંબા સમયગાળા બાદ ટ્રાફિક માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે, હાઈવે પર સતત ભારે ટ્રાફિક જામ અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ ધ્યાને લઈ રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે બ્રિજ ના સમારકામ ઝડપથી પૂર્ણ કરાવવા માટે વ્યક્તિગત રસ દાખવ્યો હતો. ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે નંબર ૪૭ પર વાહનચાલકો માટે લાંબા સમયથી માથાનો દુખાવો બનેલી ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો છે. મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામ નજ