હડાદ નજીકના બારવાસ ગામે પીએમએફએમઇ યોજના હેઠળ ખેડૂત જાગૃતિ શિબિર યોજાઈ હડાદ આસપાસના આશરે 50 જેટલા લાભાર્થીઓ હાજર રહ્યા હતા તેમને પીએમએફએમઈ યોજના હેઠળ મળતી સહાય અરજી પ્રક્રિયા તથા પ્રોજેક્ટોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ યોજનામાં અનાજ પ્રોસેસિંગ, તેલની ઘાણી, મસાલા પ્રોસેસિંગ ડેરી પ્રોસેસિંગ ફળો અને શાકભાજી પ્રોસેસિંગ જેવા એકમોનો સમાવેશ થાય છે વધુમાં વધુ નાગરિકો આ યોજનાનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો