ગોધરા: ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે મકાનમાંથી રૂ. 2.76 લાખનો વિદેશી દારૂ ઝડપાયો: બુટલેગર ફરાર
ગોધરા તાલુકા પોલીસે બાતમીના આધારે કંકુથાબલા ગામના તળાવ ફળિયામાં રહેતા રૂમાલભાઈ ઉર્ફે કાળુ સોમાભાઈ ગણવાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડના કુલ ૧૩૬૦ નંગ બીયર ટીન તથા વિદેશી દારૂના ક્વાટરીયા મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹૨,૭૬,૮૧૮ થાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે, દરોડા દરમિયાન આરોપી બુટલેગર રૂમાલભાઈ ગણવા ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી