મધ્યપ્રદેશથી દારૂ લાવીને વડોદરામાં ખપાવવાનો ઈરાદો નિષ્ફળ, ક્રાઈમ બ્રાન્ચે 3.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા શહેરમાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીને ડામવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કડીમાં, ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીને આધારે ઉમા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી, જેમાં એક મારૂતિ સેલેરિયો કારમાંથી 90,600 રૂપિયાની કિંમતની 430 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપી નિલેશ રમેશભાઈ રાઠવાએ આ જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુરથી રમેશ ડાવર નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાનું અને ગોરવા ખાતે વેચાણ કરવા લઈ જતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ 3,95,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#factfindernews #dcb #arrested #vadodarapolice #Prohibition