અમદાવાદ શહેર: અમદાવાદની ૪૦૦ વર્ષ જૂની હસ્તકળા ‘માતાની પછેડી’એ આજે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી
અમદાવાદની ૪૦૦ વર્ષ જૂની હસ્તકળા ‘માતાની પછેડી’એ આજે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી છે. એક સમયે મંદિરમાં પ્રવેશબંધી સામે ભક્તિના પર્યાય તરીકે જન્મેલા આ "હરતાં-ફરતાં મંદિરો" હવે કાયદાકીય રક્ષણ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ચમકશે. ભાનુભાઈ ચિતારાનો પરિવાર આઠ પેઢીથી આ પરંપરાને જાળવે છે. મળીએ, આ પરિવારને..* સામાજિક ભેદભાવના યુગમાં જ્યારે મંદિરોના દ્વાર બંધ હતા, ત્યારે દેવીપૂજક સમુદાયે સુતરાઉ કાપડ પર માતાજીના ચિત્રો કંડારી ભક્તિનો નવો માર્ગ શોધ્યો હતો. લાલ