દાંતા: અંબાજી નજીકની છાપરી બોર્ડર પરથી ખાનગી ગાડીમાં દારૂ પકડાયો
અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર થી જોડાયેલું છે અહીં થી સાત કિલોમીટર રાજસ્થાન બોર્ડર છાપરી આવેલી છે અને છાપરી બોર્ડર પરથી ગુજરાત પાર્સિંગ ની એક ખાનગી ગાડી માંથી દારૂ ઝડપાયો હતો ગુજરાત પાર્સિંગની swift કારમાં હેન્ડબ્રેક ની નીચે ગુપ્તખાનું બનાવી તેમાં દારૂ રાખેલો હતો પોલીસે ગાડી ચેક કરતા તેમાંથી 15 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી પોલીસે દારૂની બોટલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી