ગોધરા: તાલુકાના કેવડિયા-લાડપુર નજીક નારિયેળ ભરેલી ટ્રક પલટી મારતા અકસ્માત, હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો, સદનસીબે જાનહાની ટળી
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કેવડિયા-લાડપુર નજીક ભરેલી એક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રકમાં ભરેલા નારીયલ રોડ પર વિખેરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતને પગલે હાઇવે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. માર્ગના બંને તરફ વાહનો અટવાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માત બાદ રોડ પર ઢોળાયેલા નારીયલને લોકો