ગાંધીનગર: ધોળેશ્વર મહાદેવ પાસે મિત્રો સાથે નાહવા પડેલા એક યુવકનું નદીમાં ડૂબી જતાં મોત
ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે સાબરમતી નદીમાં આજે પિતૃ અમસ્યાના દિને મહાદેવના દર્શન કરીને નદીમાં ન્હાવા પડેલા આઠેક મિત્રો પૈકી એક 22 વર્ષિય યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઇ જવાથી મોત નીપજ્યું છે. મહત્વનું છે કે, પાણીમાં ડુબેલા મિત્રને બચાવવા માટે અન્ય એક મિત્ર પણ પાણીમાં કૂદી પડ્યો હતો. જે પણ ડૂબવા લાગતા બાકીના મિત્રોએ માનવ સાંકળ બનાવીને ડુબતા મિત્રોને બજાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ એક મિત્ર બચી શકયો ન હતો.