ગોધરા: ગોધરા રેલવે સ્ટેશન પર હૃદયદ્રાવક ઘટના: રેલવે ટ્રેક પરથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પાસે ટ્રેક નંબર 6 અને 7 ની વચ્ચેથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. સ્ટોલ મેનેજર વસીમ ગોરાની જાણ બાદ રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાળકનો કબજો લીધો હતો. કોઈ અજાણી વ્યક્તિ માસૂમ બાળકને મૃત હાલતમાં ત્યજીને ફરાર થઈ ગઈ છે. પોલીસે નવજાત શિશુના મૃતદેહને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનાએ પંચમહાલ પંથકમાં ભારે અરેરાટી ફે