કડી: નંદાસણ પોલીસે રાજપુર પાટિયા પાસે રાત્રિ દરમિયાન ગુનો કરવાના ઇરાદે લપાતા- છુપાતા ઇસમને ઝડપી પાડયો
Kadi, Mahesana | Sep 19, 2025 નંદાસણ પોલીસ સ્ટાફના માણસો ગઈ તારીખ 18 સપ્ટેમ્બર ની રાત્રે રાજપુર આઉટપુટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમિયાન રાજપુર પાટિયા પાસે પહોંચતા એક ઈસમ દુકાનોની પાછળ કોઈ ગુનો કરવાના ઇરાદે લપાતો- છુપાતો હોય તેને ત્યાં હાજરી બાબતે પૂછતા તેને કોઈ સંતોષકારક જવાબ આપેલ ના હોય તેમજ ગલ્લા તલ્લા કરતો હોય તેનું નામ પૂછતા પોતાનું નામ રાવળ હીરાભાઈ ઉર્ફે હુલ્લડ રહે.રાજપુરપાણીની ટાંકી પાસે જણાવ્યું હતું.તેના વિરુદ્ધ GP એક્ટ ની કલમ 122 મુજબ ફરીયાદ નોંધી હતી.