બાબરા: ગુમ થયેલા સોનાના દાગીના બાબરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ
Babra, Amreli | Oct 13, 2025 બાબરા પોલીસ મથકે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અરજદારશ્રીની ગુમ થયેલી સોનાની બુટી શોધી પોલીસ દ્વારા માલિકને પરત કરવામાં આવી હતી, જે પગલાથી પોલીસ પ્રત્યે નાગરિકોમાં વિશ્વાસ અને પ્રસંશા વધારાઈ છે.