ગોધરા: નગરપાલિકામાં ભાજપનો વિજયી શંખનાદ: વોર્ડ નં-૧૧ માં શ્વેતાબેન પુવાર બિનહરીફ જાહેર થતા પ્રતિક્રિયા આપી
ગોધરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ગયા છે, ત્યારે મતદાન પહેલા જ ભાજપ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર ૧૧ માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્વેતાબેન ધર્મરાજસિંહ પુવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વિરોધ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા અથવા અન્ય ટેકનિકલ કારણોસર શ્વેતાબેનનો વિજય નિશ્ચિત બન્યો છે.