વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આજે સવારે એક અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા–માલપુર માર્ગ પર આવેલા માલપુર પ્રાથમિક શાળા નજીક તીખા વળાંક પાસે એક કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને મોટું નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે, જેને લઈ સ્થાનિકોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. અકસ્માત સર્જાતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. થોડા સમય મા