અસારવા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને લકુલીશ યોગ યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે યોગ શિબિર યોજાઈ
અમદાવાદ માં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને લકુલીશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે સવારે લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે “આરોગ્યવર્ધક યોગ શિબિર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મેયર હિતેશ બારોટ કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. "યોગ શિબિરમાં તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન સહિત વિવિધ યોગાસનો અને પ્રાણાયામની ક્રિયાઓ કરાવીને સ્વસ્થ જીવનનો સંદેશ આપવામાં આવ્યો હતો." યોગ દ્વારા શારીરિક, માનસિક અને