અમદાવાદ શહેર: AMC ની સામાન્ય સભામાં હોબાળો
AMCની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો. મનપાની વિવિધ સમિતિઓની રચના બાદ, કોઈપણ કમિટીમાં સ્થાન કે સન્માનજનક પદ ન મળતા વિપક્ષ સભ્યોની નારાજગી જાહેરમાં આવી છે. પદથી વંચિત રહી ગયેલા સભ્યોએ સભા દરમિયાન ભારે આક્રોશ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. કમિટીઓમાં વ્હાલા-દવલાની નીતિ રાખવામાં આવી હોવાના આક્ષેપો સાથે મનપાની બેઠકમાં જોરદાર હોબાળો જોવા મળ્યો છે.