ગોધરા: ગોધરાના સાતપુલ વિસ્તારમાંથી રાયોટિંગ કેસનો વોન્ટેડ આરોપી SOG પોલીસના હાથે ઝડપાયો
ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાંથી રાયોટિંગ કેસનો વોન્ટેડ આરોપી મોહંમદતાહીર કાસીમ જભાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. તે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં ફરાર હતો. મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. બી.કે. ગોહિલ અને તેમની ટીમે દરોડો પાડી આરોપીને ઝડપ્યો. તેની સામે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.