દસાડા તાલુકાના ઉપરિયાળા ગામે પાટડી પોલીસ દ્વારા તીનપત્તિ ના ચાલી રહેલ જુગાર પર બાતમીના આધારે રેઇડ કરી હતી જે રેઇડમાં પાંચ લોકોને જુગાર રમતા ઝડપાયા હતા ત્યારે આ રેઇડમાં ગામના સરપંચ કાળુભાઇ ભલુભાઈ ઠાકોર સહિત ભાજપ OBC મોરચાના મહામંત્રી કાળુભાઇ ગણેશભાઈ ઠાકોર, સહિત મિલનભાઈ ઠાકોર, શંકરભાઇ પટેલ, ઘનશ્યામભાઈ પ્રજાપતિ, નામના પાંચ લોકોને ઝડપી તેઓ પાસેથી રૂ.33,780 રોકડ અને મુદ્દામાલ ઝડપ્યો હતો ત્યારે ગામના સરપંચ જ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી.