ભુજ: સુરલભીટ રેલ્વે ફાટક નજીક ટ્રેન તળે આવી જતા યુવાનનું મોત
Bhuj, Kutch | Oct 14, 2025 સુરલભીટ અને નાગોર રેલ્વે ફાટક વચ્ચે ટ્રેન તળે આવી ગયેલા ભુજના 31 વર્ષીય યુવાનનું મોત થયું હતું. પુનાનનુ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા રોડ પર નીલકંઠ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય શિવમ કોમલ સીંગ પાલનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ સોમવારે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન કોઈ કારણોસર સુરલભીટ અને નાગોર રેલ્વે ફાટક વચ્ચે પાટા પરથી પસાર થયેલી ટ્રેન તળે આવી ગયો હતો.બનાવની જાણ થતા માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવા,