ગોધરા: પંચમહાલ જિલ્લામાં શિક્ષણ વિભાગના રૂ.2.79 કરોડની ઉચાપત કૌભાંડ મામલે તપાસ તેજ કરવામાં આવી છે
પંચમહાલ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રૂ. 2.79 કરોડની ઉચાપતનો કૌભાંડ સામે આવતા તપાસ તેજ થઈ છે. કરાર આધારિત બે કર્મચારીઓએ ખાનગી એજન્સીઓ સાથે મળી બોગસ બિલોના આધારે રકમ ગબન કરી હોવાનું સામે આવ્યું છે. મામલાની તપાસ માટે ગાંધીનગરથી એકાઉન્ટ વિભાગની ટીમ ગોધરા પહોંચી છે અને ત્રણ દિવસ સુધી સઘન તપાસ કરશે. વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે. આ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા પણ તપાસ ચાલુ છે.