ભાવનગર શહેર: જશોનાથ આયુર્વેદિક કોલેજ ખાતે આવેલા મામાદેવના 17 માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા
Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
ભાવનગર શહેરના જશોનાથમાં આવેલી આયુર્વેદિક કોલેજના મામાદેવના મંદિર ખાતે 17 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ મામાદેવના 17 માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે આનંદના ગરબાનો રામ દરબાર યોજાયો હતો. જ્યારે આજરોજ ધ્વજારોહણ મહા આરતી મહા યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.