ખંભાતની મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અઘ્યક્ષ સ્થાને જમીન તકરારી કેસોની સુનાવણી કરાઇ હતી.જેમાં કલેકટરે તાલુકા મથકે જમીન તકરારીના 65 જેટલાં કેસોની સુનાવણી યોજી હતી.જે દરમિયાન મામલતદાર કચેરી ખાતે અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી.કલેક્ટરે 65 જેટલાં જમીન તકરારી કેસોની સુનાવણી યોજી જે પૈકી કેટલાક કેસોના ઠરાવ કરી નિકાલ કર્યો હતો.