માંડલ: માંડલના શેર ગામે ભેખડ ધસી પડતાં બે શખસ દબાયા, બંનેની અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું
માંડલના શેર ગામે ભેખડ ધસી પડતાં બે શખસ દબાયા: પાણીના ઓખળામાં રાત્રે બંને ટ્રેક્ટરમાં માટી ભરવા જતાં દુર્ઘટનામાં બંનેના મોત, બે પરિવાર માથે આભ ફાટ્યું અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર ગામે ગુરૂવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શેર અને રખિયાણા ગામ વચ્ચે આવેલા 'પાણીના ઓખળા' વિસ્તારમાં માટી લેવા ગયેલા બે યુવાનો પર અચાનક માટીની ભેખડ ધસી પડતા બંનેના દબાઈ જવાથી મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંને મૃતકન