અગિયાર જાન્યુઆરીએ ડીંડોલી વિસ્તારમાં રાહુલ દિલીપ પાટીલ જોડે થયેલ ઝઘડાની અદાવતમાં બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામકૃષ્ણ પાટીલ નું મોત થયું હતું.જ્યારે દિલીપ પાટીલને પણ ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ઘટના અંગે ડીંડોલી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.જે તપાસ દરમ્યાન સોમવારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.વધુ તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી હતી.