અમદાવાદ શહેર: પાલડી વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો#Jansamasya
અમદાવાદમાં વરસાદે AMCની પોલ ખોલી નાખી છે. ત્યારે પાલડી વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો. આ અગાઉ પણ પાલડીમાં જ ભૂવો પડ્યો હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે શુક્રવારે સવારે 11 વાગ્યાથી AMC દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. બેરીકેડ લગાવી સમારકામ તો હાથ ધરાયું છે. પણ ભૂવાને લઈ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ છે.