ઠાસરા નગરમાં વધુ માગેલ સરકારી અનાજ ન આપતા ઉશ્કેરાયેલ કાર્ડ ધારક જાવેદ પઠાણ અને તેના પિતરાઈ ભાઈ જાબિર પઠાણએ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. પિતરાઈએ સરકારી સસ્તા અનાજના મહિલા દુકાનદાર રહેનાબાનું લુહારના ભાઈ નૌશાદ લુહારને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ ઠાસરા પોલીસ મથકે નોંધાયો છે.