ગોધરા: શહેરા તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની જામીન અરજી પોક્સો કોર્ટે ફગાવી
શહેરા તાલુકામાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવા અને શારીરિક શોષણ કરવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી દિનેશભાઈ રંગીતભાઈ પગી**ની જામીન અરજી ગોધરાની સ્પેશિયલ પોક્સો કોર્ટે નામંજૂર કરી છે.આરોપીએ જામીન મેળવવા સ્પેશિયલ પોક્સો જજ બી. કે. બારોટની કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરે ગુનાની ગંભીરતા અને સગીરાની ઉંમરને ધ્યાને રાખી ધારદાર દલીલો સાથે જામીનનો સખત વિરોધ કર્યો હતો. કોર્ટે આ દલીલો અને તપાસ અધિકારી