દરિયાપુર વિસ્તારમાં સ્થાનિકો પીવાના ડોળા અને દુર્ગંધયુક્ત પાણીથી ભારે પરેશાન છે. સવારે ધીમા ફોર્સથી આવતા આ પાણી અંગે વ્યાપક ફરિયાદો ઉઠી છે. ગત મે માસમાં મનપાએ લીધેલા ૧૧૩ પાણીના સેમ્પલમાંથી ૬ સેમ્પલ ફેલ થતાં તંત્રની કામગીરી અને લોકોના સ્વાસ્થ્ય સામે મોટા સવાલો ઊભા થયા છે.