સુરત: શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને એક મોટી સફળતા મળી છે. અઠવા લાઈન્સ વિસ્તારમાં થયેલા ચકચારી ડબલ મર્ડર કેસનો મુખ્ય આરોપી, જે છેલ્લા ચાર વર્ષથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હતો, તેને પોલીસે બાતમીના આધારે નાનપુરા મકાઈ પુલ પાસેથી ઝડપી પાડ્યો છે.મૂળ ઓરિસ્સાના ગંજામનો વતની 27 વર્ષીય કુન્ના ઉર્ફે કૃણાલ નકુલ સ્વાઈ વર્ષ 2017માં વાડીફળીયા વિસ્તારમાં થયેલા બેવડી હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ હતો.