સિદ્ધપુરના લાલપુરની આંબેડકર નગર આંગણવાડીમાં ચાલી રહી છે 'લાલિયાવાડી'?
બાળકોને નાસ્તો ન મળ્યાના આક્ષેપો વચ્ચે વીડિયો વાયરલ
સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામની આંબેડકર નગર આંગણવાડી સામે ગંભીર આક્ષેપો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આંગણવાડીમાં છેલ્લા ઘણા દિવસોથી બાળકોને આપવામાં આવતો નાસ્તો બનાવવામાં આવ્યો નથી. ઉપરાંત રસોઈ માટેની એલપીજી ગેસની બોટલ ખાલી હોવાનું તેમજ અનાજ અને અન્ય જરૂરી ખાદ્યસામગ્રીનો સ્ટોક પણ ન હોવાનું વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
વીડિયોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાળકોના પોષણ માટે આવતી સામગ્રીનો યોગ્ય ઉપયોગ થતો નથી અને સંચાલકો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે. જોકે, આ આક્ષેપોની હજુ સુધી સંબંધિત વિભાગ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે બાળ વિકાસ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી હકીકત�