અમદાવાદમાં ચોમાસું માથે હોવા છતાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી હજુ પણ યથાવત છે. વર્ષ દરમિયાન આયોજન ન કરાતા હવે છેલ્લી ઘડીએ વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તરફનો એકબાજુનો માર્ગ બંધ કરીને કામ શરૂ કરાયું છે. જેના કારણે વાહનચાલકો ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને લોકોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે.