ભાવનગર શહેર: ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે આડોડીયા વાસ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Bhavnagar City, Bhavnagar | Apr 11, 2026
ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11/04/2026 ના રોજ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આડોડીયાવાસ માં રહેતા રતનબેન નીતેષભાઈ રાઠોડ ના રહેણાંક છાપરામાં રેઈડ કરતા, ત્યાંથી પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના 16 ચપટા જેની કિંમત રૂ. 1,920/ મળી આવ્યા હતા. આરોપી મહિલા રેઈડ દરમિયાન હાજર મળી ન આવતા, પોલીસે દારૂનો જથ્થો કબજે કરી તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.