જિલ્લા LCB પોલીસ અને રૂરલ પોલીસે બાતમીના આધારે વરસડા ચોકડી પાસેથી વેગનઆર ગાડી ઝડપી તેમાંથી વિદેશી દારૂ જેની કિ. 80,560 તેમજ વેગનઆર ગાડી જેની કિંમત 1,50,000 મળી કુલ 2,30,560 રૂ.ના મુદામાલ સાથે મહિલા હેતલ પરમારને ઝડપી પાડી એની બે ફરાર આરોપી અજીત રાઠવા અને માળીભાઈ નાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે જેની માહિતી આજે મંગળવારે સવારે 10 કલાકે ઑનલાઇન FIR ના માધ્યમથી મળવા પામી હતી