આણંદ શહેર: ગ્રીડ ચોકડી નજીક કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવારી ફોર્મ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
કરમસદ-આણંદ મહાનગરપાલિકા ચૂંટણી – કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો.કરમસદ-આણંદ મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજ રોજ કરમસદ-આણંદ મહાનગરપાલિકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદવારી ફોર્મનું વિધિવત ફોર્મ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષે યુવાનોને પ્રાથમિકતા આપતા નવી વિચારસરણી સાથે ચૂંટણી લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.