ગોધરા: રાટા પ્લોટ વિસ્તારમાં ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ: ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી
ગોધરાના રાટા પ્લોટ વિસ્તારમાં ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ: ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી,ગોધરા શહેરમાંથી આગની ઘટના સામે આવી છે ગોધરાના રાટા પ્લોટ વિસ્તારમાં આવેલી મદની મસ્જિદ નજીક એક ગાદલાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાદલામાં રૂ હોવાને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.