માંડલ: ટાઉન પ્લાનિંગ સ્કીમને લઈ હાંસલપુર, સીતાપુર-ચાંદણકીના ખેડૂતોનું 30 દિ'નું અલ્ટીમેટમ
હાંસલપુર, સીતાપુર-ચાંદણકીના ખેડૂતોનું 30 દિ'નું અલ્ટીમેટમ માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ઓથોરીટી હેઠળની ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.–1માં આવતા હાંસલપુર, સીતાપુર અને ચાંદણકી ગામોના ખેડૂતોમાં વર્ષોથી સચવાયેલો રોષ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા લગભગ દાયકાથી TP સ્કીમ અંતર્ગત અંતિમખંડ ફાળવણી ન થતા ખેડૂતોને પોતાના હકથી વંચિત રહેવું પડી રહ્ય