ગોધરા: પંચમહાલમાં ગૌ-વંશની તસ્કરી અને કતલ કરતી કુખ્યાત ‘ભોપલી ગેંગ’ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, બે આરોપીઓની ધરપકડ
પંચમહાલ જિલ્લામાં ગૌવંશની તસ્કરી, ગેરકાયદેસર કતલ અને પોલીસ પર હુમલા જેવા ૧૯ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી "ભોપલી ગેંગ" સામે પોલીસે કડક ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રેન્જ ડીઆઈજીની મંજૂરી બાદ ગોધરા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તાત્કાલિક ઓપરેશન હાથ ધરીને ગેંગના બે મુખ્ય આરોપીઓ—એહમદ હુસેન (ઉર્ફે મોહસીન પૌવા) અને સલમાન યામીન (ઉર્ફે કાનકટ્ટો)ની ધરપકડ કરી લીધી છે. જ્યારે ગેંગના અન્ય ચાર