વિજાપુર: વિજાપુર હાઇવે સર્વિસ રોડ ઉપર ઊભેલી કારને ને આઇ 10 કાર ના ચાલકે ટક્કર મારી રૂપિયા 50,000/- નુ નુકશાન કરતા ફરીયાદ નોંધાઈ
વિજાપુર કેશવ બેંગ્લોજ માં રહેતા કર્ણવ પટેલ ગત શુક્રવારે હિંમતનગર જવા નીકળ્યા હતા.કેશવ કોમ્પલેક્ષ સામે સર્વિસ રોડ ઉપર પોતાની ગાડી ઉભી રાખી બાથરૂમ કરવા ગયા હતા. તે સમયે હિંમતનગર તરફથી આવતી એક આઇ 10 કાર ના ચાલકે ગાડીને ટક્કર મારી રૂપિયા 50,000/- નુકશાન કરતા ખર્ચો આપવાની વાત કરી હતી. હવે ખર્ચો આપવાની ના પાડતા કર્ણવ પટેલે કાર ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ ગુરુવારે સાંજે ચાર કલાકે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.