તારાપુર: ઇસરવાડા CNG પંપ પાસે બ્રેક ડાઉન થયેલ ટેન્કરની પાછળ આઈશર ટ્રક ઘુસી, કેબીનનું કચ્ચરઘાણ વળતા ડ્રાઈવર ફસાયો
Tarapur, Anand | Aug 2, 2026 તારાપુર હાઇવે પર ઇસરવાડા ગામના CNG પંપ પાસે એક બ્રેક ડાઉન થયેલી ટેન્કર પડી હતી. દરમિયાન રાજકોટથી વડોદરા તરફ જતી એક આઈશર ટ્રક નંબર GJ-03 BT-4833ની ઘટાકાભેર અથડાતા આઈશર ટ્રકના ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા.જેમાં ડ્રાઈવર ફસાઈ જવા પામ્યો હતો.અકસ્માતની જાણ પોલીસ અને આણંદ ફાયરબ્રીગેડને કરાતા તેઓની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા.હાઈડ્રોલિક કટરો દ્વારા આઈશર ટ્રકના પતરા કાપીને ડ્રાઈવર જયેશભાઈ ગોહિલને જીવીત બહાર કાઢ્યો હતો. જો કે તેને શરીરે ઈજાઓ થવા પામી હતી