ભુજ: પાયરકા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર યુવાનોની જનતા રેડ, દારૂનો ધંધો બંધ કરવાની માંગ, વીડિયો વાયરલ
Bhuj, Kutch | May 8, 2026 ભુજ તાલુકાના પાયરકા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાના આક્ષેપ વચ્ચે ગામના જય ભીમ યુવા ગ્રુપના યુવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ડ્રમો અને સામગ્રી મળી આવતાં ગામમાં ચકચાર મચી હતી. યુવાનોએ ગામમાં ચાલી રહેલા દારૂના ધંધાને તાત્કાલિક બંધ કરાવવા માંગણી કરી હતી. ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.