તારાપુર: તારાપુરમાં 765 KV વીજ લાઇનના ટાવર સામે ખેડૂતોનો વિરોધ
Tarapur, Anand | Jun 18, 2026 તારાપુર-વાસદ સિક્સ લેન હાઇવે નજીક આવેલી કિંમતી વ્યાવસાયિક ખેતીની જમીનમાં પાવરગ્રીડ કંપની દ્વારા વિશાળ વીજ ટાવર ઊભો કરવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે તારાપુરના સ્થાનિક ખેડૂત ખાતેદારો ઉજ્જવલ બ્રહ્મભટ્ટ તથા રાજુભાઈ પટેલ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર અને તારાપુર મામલતદારને લેખિત અરજી કરીને જૂની જંત્રીના બદલે વર્તમાન બજાર ભાવ (Market Value) મુજબ ન્યાયિક અને ઊંચું વળતર ચૂકવવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે.