ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને ખાનગી રાહે બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી શિહોર તરફ એક ટ્રક નંબર GJ 6 XX 5326 વિદેશી દારૂ ભરી પસાર થવાનો છે , જેથી પી.એસ.આઇ. પી.ડી.ઝાલાની એલ.સી.બી.ની ટીમ બાતમી વાળા ટ્રકનો પીછો કરી રહી હતી, ત્યારે બાતમી વાળો ટ્રક વલ્લભીપુર બરવાળા હાઇવે રોડ પર પસાર થતાં લીમડાના ઢાળ પાસે વોચ ગોઠવી બેઠેલા પોલીસ જવાનોએ ટ્રક રોકવાનો પ્રયત્ન કર્યો હતો, ટ્રકના ચાલકને પોલીસની ભનક અવી જતા ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.