ગોધરા: પંચમહાલ શિક્ષણ વિભાગમાં કરોડોનું કૌભાંડના મામલો : બે મુખ્ય આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
પંચમહાલ શિક્ષણ વિભાગમાં રૂ. 2.79 કરોડના કૌભાંડ મામલે બે મુખ્ય આરોપી પુજનકુમાર જોષી અને નિતિનકુમાર પટેલની આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી છે. આરોપીઓએ ખોટા બિલો બનાવી શાળાઓને સામગ્રી આપ્યા વિના નાણાંની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. સુનાવણી દરમિયાન રાત્રે નાણાં ટ્રાન્સફર સહિતની શંકાસ્પદ પ્રક્રિયાઓનો ઉલ્લેખ થયો હતો. સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટનો પણ દુરુપયોગ થયો હોવાનું જણાયું છે. ગુનાની ગંભીરતા અને ચાલુ તપાસને ધ્યાનમાં રાખીને કોર્ટે