મહુવા: અંબિકા તાલુકાની કચેરીઓ બાબતેની ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની રજુઆત સરકારે ગ્રાહ્ય રાખી.
Mahuva, Surat | Feb 19, 2026 મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા દ્વારા ગુજરાત સરકાર માં રજુઆત કરી હતી કે સુરત જિલ્લાના મહુવા તાલુકાના વિભાજન થતા નવ રચિત અંબિકા તાલુકાની નવી કચેરી વલવાડા ખાતે તમામ કચેરી એક જ જગ્યા સ્થાન પર બાંધકામ કરી સુવિધા આપવા બાબતે તારીખ 04/11/2025 ના રોજ ભલામણ પત્ર લખીને સરકાર માં રજુઆત કરવામાં આવી હતી જે બાબતને ધ્યાનમાં રાખી સરકારમાં આ બાબતે નોંધ લેવામાં આવી છે અને સૂરત જિલ્લા કલેકટર ને દરખાસ્ત મોકલવા સૂચન કરવામાં આવ્યું છે.