ગોધરા: ગોધરા શહેરમાં શિક્ષકને નોટિસ આપવા બાબતે બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ દાખલ
ગોધરાના વ્હોરા ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા શિક્ષક શબ્બીરહુસૈન બોકડાએ શાળામાં નિયમિત ન આવવા બાબતે નોટિસ આપતા બે શખ્સોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ૨૩ જૂનના રોજ જૈન દેરાસર મંદિર પાસે મુસ્તકીમ મોહમદ ઇદ્રીશ બાપુ અને મિન્હાજ અહેમદ અબ્દુલ સલામ વાઢેલ નામના શખ્સોએ શિક્ષકને રસ્તામાં રોક્યા હતા. નોટિસ આપવાની અદાવત રાખીને બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે ગોધરા શહેર બી