લીંબડી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે લીંબડી સર જે હાઇસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે દેશ ના થેલેસેમીયા દર્દીઓ, અન્ય લોકોને લોહી સરળતાથી મળી રહે એ હેતુથી લીંબડી સર જે હાઇસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય કિરિટસિંહ રાણા,ગૌણ સેવા પસંદગી સમિતિના પુર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, ગોવિંદભાઇ લકુમ, શંકરભાઈ દલવાડી, પાલિકા પ્રમુખ રઘુભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઇ રોજાસરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા