માંડલ: માંડલમાં નાળિયેર ભરેલી ટ્રક પલટી, કેનાલ રોડ પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ
માંડલમાં નાળિયેર ભરેલી ટ્રક પલટી, કેનાલ રોડ પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકામાં જાલીસણા અને સીતાપુર ગામ વચ્ચે આવેલા કેનાલ રોડ પર રવિવારે 8 વાગ્યાની આસપાસ નાળિયેર ભરેલી ટ્રક પલટી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત બાદ બંને દિશામાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને અંદાજે 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક જૂનાગઢથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે સ્