લીંબડી: લીંબડી ST ડેપોમાં વર્કશોપ વિભાગમાં VCT ટીમ તથા સીયુ શાહ યુનિ.MSW છાત્રો અને ST ડેપો સ્ટાફદ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું.
લીંબડી ડેપો વર્કશોપ વિભાગ ખાતે તાલુકા અર્બન હેલ્થ સેન્ટર ના સહયોગથી VCT ટીમ તેમજ સી યુ શાહ યુનિ. MSW ના છાત્રો દ્વારા બસ સ્ટેશનમાં ભરાયેલા વરસાદી પાણીની અંદર DDT તેમજ વર્કશોપ સાઈડમાં પાણીજન્ય રોગોથી બચવા વિવિધ દવાનો છટકાવ કરાયો હતો. આ કાર્યમાં અર્બન હેલ્થ સેન્ટરના સુપરવાઇઝર પ્રતાપભાઈ MSW ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરાઇ હતી આ સાથે લીંબડી એસટી વર્કશોપ હેડ મિકેનિક અશોકસિંહ જાડેજા ATI યયશપાલસિંહ પરમાર તેમજ લલીતભાઈ સોલંકી સાથે રહ્યા હતા.