વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે.અવારનવાર દીપડાઓ નજરે પડતા હોય છે.ત્યારે આજે સાંજના સમયે વાલિયા તાલુકાના તુણા ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનો ભયભીત બન્યા હતા.તેવામાં વન વિભાગ દ્વારા પાંજરુ ગોઠવી દીપડાઓની પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.